CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ લંબાવ્યો

CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. સરકારે બુધવારે નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી. સૂદનો કાર્યકાળ 24 મેના રોજ પૂરો થવાનો હતો.

આ પહેલા મંગળવારે PM આવાસ પર નવા CBI ડાયરેક્ટરની પસંદગી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને રાહુલ ગાંધી સામેલ થયા હતા.

બેઠક બાદ રાહુલે પસંદગી પ્રક્રિયા પર પોતાની અસહમતિ વ્યક્ત કરી. રાહુલે સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કરીને આરોપ લગાવ્યો કે પસંદગી માટે જે 69 ઉમેદવારોની યાદી આપવામાં આવી છે. તેમની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.

રાહુલે કહ્યું- CBI ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા બનાવી દેવામાં આવી છે. હું આ પક્ષપાતી કામમાં સામેલ થઈને મારી બંધારણીય ફરજથી પાછળ હટી શકતો નથી. પરંતુ કડક શબ્દોમાં મારી અસહમતિ વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *