શરદપૂનમે ચંદ્રગ્રહણનો ઓછાયો

ગુજરાતી કેલેન્ડર મુજબ, શરદપૂર્ણિમા આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઊજવવામાં આવે છે, જેને રાસપૂર્ણિમા, કોજાગરીપૂર્ણિમા અથવા કૌમુદી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદપૂર્ણિમાના દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હોય છે. એવું કહેવાય છે કે શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાંથી નીકળતાં કિરણો અમૃત સમાન હોય છે, તેથી આ દિવસે લોકો ખીર તૈયાર કરે છે અને એને રાત્રે ચાંદનીમાં રાખે છે અને પછી એને પ્રસાદ તરીકે ખાય છે. શરદપૂર્ણિમાનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે, શરદપૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘર હંમેશાં ધનથી ભરેલું રહે છે, પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણ છે. આ જ કારણ છે કે, જો ખીરને ચાંદનીમાં રાખવામાં આવે તો ચંદ્રનાં કિરણો તેના પર પડે અને અમૃત એની અસર કરી શકે. રાત્રે થતા આ અમૃત વરસાદમાં ખીર રાખવાની માન્યતા છે, પરંતુ આ વખતે ચંદ્રગ્રહણને કારણે એ શક્ય બનશે નહીં. નવ વર્ષ પહેલાં પણ ચંદ્રગ્રહણના કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી,.પરંતુ આ વર્ષે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક રીતે પાળવાનું રહેશે. આ ગ્રહણનું સૂતક સાંજે 04.00 વાગ્યાથી લાગી જશે.

શરદપૂર્ણિમાના દિવસે બપોરે ચંદ્રગ્રહણનો સૂતકકાળ શરૂ થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં ન તો રાત્રે લક્ષ્મીપૂજા કરવામાં આવશે અને ન તો ચંદ્રને અર્ઘ્ય ચઢાવવામાં આવશે. આ સ્થિતિમાં તમારે સૂતકકાળ પહેલાં અથવા ચંદ્રગ્રહણની સમાપ્તિ પછી શરદપૂર્ણિમાના દિવસે લક્ષ્મીપૂજા અને ચંદ્રપૂજા કરવી જોઈએ.

શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશીના જણાવ્યા અનુસાર, આ ગ્રહણ તા.28.11.2023ના રોજ અશ્વિની નક્ષત્રમાં અને મેષ રાશિમાં થશે. મંગળની રાશિમાં આ ચંદ્રગ્રહણ થવાથી ભૂકંપ, કુદરતી આફતો, તોફાનો, સમુદ્રમાં તોફાનો જેવી ઘટના થવાની સંભાવના જણાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *