સુરત હાઇ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતીષ અગ્રવાલ દ્વારા બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી તેમજ અન્ય બિઝનેસમેન પાસેથી પણ કેટલાક રૂપિયા પચાવી પાડીને અમેરિકા ભાગી ગયા હોવાની માહિતી મળી છે, જેની હાલ મલ્ટીપલ FIR થયેલી છે. આ ઉપરાંત રાજસ્થાનમાં જમીન છેતરપિંડી અને સુરતમાં એક જ ફ્લેટ બે લોકોને વેચાણ કરી દેવાની માહિતી લઈ ગુનો દાખલ થયેલાની માહિતી મળી હતી, ત્યારે હાલ સમગ્ર મામલે ગાંધીનગર CBIએ તપાસ શરૂ કરી છે.
હાઈ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતીષ અગ્રવાલ દ્વારા બેંક ઓફ બરોડા સુરતથી 100 કરોડની લોન ઉપાડી તેમજ શહેરના અન્ય બિઝનેસમેનની સાથે છેતરપિંડી કરી તેમના રૂપિયા પચાવી ભારત છોડીને અમેરિકા ભાગી ગયા છે. અમેરિકા ભાગી જતાં પહેલાં કંપનીના કર્મચારીને ડિરેક્ટર બનાવીને સતીષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો, તેથી તેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થાય. વિજય શાહે મેમણ કો-ઓ. બેંકમાંથી લોન લીધેલી અને પછી તેણે નાદારી નોંધાવેલી અને તેની ધરપકડ પણ થયેલી. એ પછી મેમણ કો,ઓ.બેંક બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ. જોવાની વાત એ છે કે એ પછી પણ બેંક ઓફ બરોડાએ વિજય શાહને ટુકડે ટુકડે કરીને 100 કરોડ રૂપિયાની લોન આપી છે.