પંજાબ કિંગ્સને હરાવી હૈદરાબાદ બન્યું ટેબલ ટોપર

સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રનથી હરાવીને IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. બીજી તરફ, પંજાબને આ સિઝનમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ, ટીમ પ્રથમ સ્થાનથી બીજા સ્થાને સરકી ગઈ છે.

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. જવાબમાં 236 રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 202 રન જ બનાવી શકી હતી.

કોનોલીની સદી એળે ગઈ

પંજાબનું આજનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું. ટીમે પહેલા ફિલ્ડિંગમાં 3 કેચ છોડ્યા હતા અને ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતી વખતે સતત વિકેટો ગુમાવી હતી. પંજાબ તરફથી કૂપર કોનોલી સિવાય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. કોનોલીએ 59 બોલમાં અણનમ 107 રન બનાવ્યા હતા. તેના સિવાય માર્કસ સ્ટોયનિસે 28 અને સૂર્યાંશ શેડગેએ 25 રનનું યોગદાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *