મધ્ય પ્રદેશના ધારમાં ટાયર ફાટવાથી અનિયંત્રિત થઈને પિકઅપ વાહન ડિવાઈડર પર ચડીને પલટી ગયું. વાહને 3-4 વાર પલટી ખાધી. આ દરમિયાન રસ્તાની બીજી બાજુ જઈને સ્કોર્પિયો સાથે પણ અથડાયું. અકસ્માતમાં 16 લોકોના મોત થયા, 13 ઘાયલ છે. મૃતકોમાં 6 બાળકો પણ સામેલ છે.
અકસ્માત ઇન્દોર અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ચિકલિયા ફાટા પર જિયો પેટ્રોલ પંપ પાસે બુધવારે રાત્રે લગભગ સાડા 8 વાગ્યે થયો. પ્રાથમિક માહિતી મુજબ, પિકઅપમાં 35 મજૂરો સવાર હતા.
ધાર જિલ્લા હોસ્પિટલના ડ્યુટી ડોક્ટર છત્રપાલ સિંહે જણાવ્યું કે 7 ઘાયલોને ગંભીર હાલતમાં ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. એસપી મયંક અવસ્થીએ કહ્યું- પિકઅપ વાહન તેજ ગતિમાં હતું. ડ્રાઈવરનો કાબૂ છૂટી જતાં વાહન ત્રણ-ચાર વાર પલટાયું. આ દરમિયાન રસ્તાની બીજી તરફ જઈને સ્કોર્પિયો સાથે અથડાઈ ગયું