પંજાબ કિંગ્સને IPL 2026માં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી જીત નોંધાવી અને 19.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો.
ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં ટૉસ હારતી પહેલી બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 222 રન બનાવ્યા હતા. ટીમ માટે માર્કસ સ્ટોઇનિસે 62 રન બનાવ્યા હતા, જ્યારે પ્રભસિમરન સિંહે 59 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે 30 રનનું યોગદાન આપ્યું હતું.
223 રનના ટાર્ગેટને ચેઝ કરતા રાજસ્થાને પાવરપ્લેમાં જ 84 રન જોડ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 43 રન બનાવ્યા હતા. ત્યારબાદ યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 51 રનની ફિફ્ટી ફટકારી હતી. ડોનેવાન ફરેરાએ 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. શુભમ દુબેએ 31 રન બનાવી તેને સાથ આપ્યો હતો અને બંનેએ મળીને પાંચમી વિકેટ માટે 32 બોલમાં 77 રન જોડ્યા હતા.
223 રનના ટાર્ગેટને ચેઝ કરતા રાજસ્થાને પાવરપ્લેમાં જ 84 રન બનાવી લીધા હતા. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ ફિફ્ટી પાર્ટનરશિપ કરી હતી. વૈભવે 16 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા, જ્યારે જયસ્વાલ 27 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. ડોનેવાન ફરેરાએ 52 અને શુભમ દુબેએ 31 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ બંને વચ્ચે પણ 50+ રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.