ઓડિશાના ક્યોંઝરમાં સોમવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. આદિવાસી વ્યક્તિ જીતુ મુંડા પોતાની મૃત બહેનનું હાડપિંજર લઈને બેંક પહોંચી ગયો. હાડપિંજર જોઈને બેંકમાં અફરાતફરી મચી ગઈ.
ખરેખરમાં, જીતુ પોતાની બહેન કલારા મુંડાના ખાતામાંથી 20 હજાર રૂપિયા કાઢવા માંગતો હતો, આ માટે તે ઘણી વાર બેંક પણ ગયો. પરંતુ કર્મચારીઓએ ખાતાધારકને લાવવાનું કહ્યું.
જીતુ બેંકમાં પહેલાથી જ કલારાના મૃત્યુની જાણકારી આપી ચૂક્યો હતો. તેમ છતાં તેને કોઈ મદદ ન મળી, આનાથી પરેશાન થઈને તેણે કબરમાંથી હાડપિંજર કાઢીને બેંકમાં રજૂ કર્યું.
બહેનનું હાડપિંજર ખભા પર લઈને જીતુ લગભગ 3 કિમી પગપાળા ચાલ્યો. પછી મલ્લિપસીમાં બનેલી ઓડિશા ગ્રામીણ બેંક બ્રાન્ચના વરંડામાં હાડપિંજરને મૂકી દીધું. આ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
પોલીસ અનુસાર, જીતુ અભણ છે અને કાનૂની પ્રક્રિયાથી અજાણ હતો. પ્રશાસને તેને નિયમો સમજાવ્યા અને જલ્દી પૈસા અપાવવાનો ભરોસો આપ્યો. આ પછી મૃતદેહને ફરીથી કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો.