ઓવરબ્રિજ પર પિકઅપ પલટી મારતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ પાસે ગતરાતે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની હતી. ગુંદાળા ચોકડી પાસેના ઓવરબ્રિજ પર એક બોલેરો પિકઅપ ગાડીનું ટાયર ફાટતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, એક બોલેરો પિકઅપ ગાડી રાજકોટથી જેતપુર તરફ જઈ રહી હતી. આ ગાડીમાં માછીમારીની જાળ અને પાંચ જેટલા ગેસના ખાલી સિલિન્ડર ભરેલા હતા. સામાનની ઉપર લગભગ 15 જેટલા શ્રમિકો સૂતા હતા.

જ્યારે ગાડી ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી પલટી ખાઈને બ્રિજની સંરક્ષણ દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડી ઉપર સૂતેલા શ્રમિકો હવામાં ફંગોળાઈને 30 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *