રાજકોટ-અમરેલીમાં પારો 43°Cને પાર, 29 એપ્રિલ સુધી ભયંકર ગરમી પડશે

એપ્રિલના અંતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ગુરુવારે રાજકોટ 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.5° ગરમી સાથે ‘રિયલ ફીલ’ની અસર જોવા મળી રહી છે. લોકોને 41.5°Cમાં 43°Cનો અનુભવ થઈ રહ્યો છે.

બપોરે 12થી 4 શહેરના મુખ્ય રસ્તાઓ પર ‘કર્ફ્યૂ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટૂ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને ‘લૂ’થી બચવા મથામણ કરી રહ્યા છે.

હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણ વધુ શુષ્ક બનશે, જેનાથી લોકોએ હજી વધુ શેકાવું પડશે. આગામી 26મી એપ્રિલે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કુદરત પણ કસોટી કરશે. હવામાન વિભાગના મતે 26 તારીખે વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *