ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) 2025 સુધીમાં મહિલાઓને સ્પેસમાં મોકલવાની યોજના બનાવી રહ્યું છે. એજન્સીના ચીફ એસ સોમનાથે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું- અમે દેશના માનવ સ્પેસ મિશનમાં મહિલા ફાઈટર જેટ પાઈલટ અથવા વૈજ્ઞાનિકોને મોકલવા માગીએ છીએ.
તેમણે કહ્યું કે આશા છે કે 2025 સુધીમાં અમે માનવોને સ્પેસમાં મોકલવાનું મિશન શરૂ કરીશું. જો કે તે માત્ર 3 દિવસ માટે જ હશે. અમે આવતા વર્ષે મોકલવામાં આવનાર માનવરહિત ગગનયાન મિશનમાં વુમન હ્યુમનૉઇડ (માનવ જેવો દેખાતો રોબોટ) પણ મોકલી રહ્યા છીએ.
સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે ઓપરેશનલ સ્પેસ સ્ટેશન બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. અમારો પ્રયાસ 2035 સુધીમાં તેને લોન્ચ કરવાનો છે.