ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ ધોની-ધોનીથી ગુંજ્યું

IPLની 16મી સિઝન આજથી શરૂ થઈ ચૂકી છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખત ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હતી. IPLની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સે રંગ જમાવ્યો હતો. અભિનેત્રી રશ્મિકા મંદાના, તમન્ના ભાટિયાએ સ્ટેડિયમમાં હાજર લોકોને ઠુમકા લગાવવા મજબૂર કરી દીધા હતા. જ્યારે સિંગર અરિજીત સિંહે ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરી હતી. મેચ દરમિયાન ભવ્ય ‘લાઈટ શો’એ લોકોના મન મોહી લીધા હતા. મેચ દરમિયાન કેટલાક ફેન્સ ફની પોસ્ટર્સ લઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *