મેષ
King of Pentacles
આજનો દિવસ તમારી સત્તા અને આર્થિક શક્તિમાં વૃદ્ધિનો છે. પરિવારમાં તમારી સલાહને સર્વોપરી માનવામાં આવશે. ઘરનું વાતાવરણ વૈભવી અને શિસ્તબદ્ધ રહેશે. વ્યવસાયમાં મોટી સંપત્તિ ખરીદવા અથવા રોકાણ કરવા માટે આ યોગ્ય સમય છે. પ્રતિષ્ઠા નવી ઊંચાઈએ પહોંચશે.
કરિયર: ઓફિસમાં મેનેજમેન્ટ કૌશલ્યને કારણે મોટો પ્રોજેક્ટ મળી શકે છે. પ્રમોશન અને પગાર વધારાની વાત ફાઈનલ થઈ શકે છે.
લવ: પાર્ટનર સાથે નવી પ્રોપર્ટી અથવા લક્ઝરી આઈટમનું પ્લાનિંગ કરશો. સંબંધોમાં સુરક્ષા અનુભવશો.
સ્વાસ્થ્યઃ યુરિક એસિડ વધી શકે છે, તેથી પ્રોટીન ડાયટ બેલેન્સ કરો. જીમમાં સાચા પોશ્ચરનું ધ્યાન રાખો.
લકી કલર: સફેદ
લકી નંબર: 8
વૃષભ
Six of Wands
આજનો દિવસ સફળતા અને જાહેર વિજયનો છે. પરિવારમાં તમારા કાર્યોની પ્રશંસા થશે. આર્થિક લાભની પ્રબળ શક્યતા છે. વ્યવસાયમાં તમે સ્પર્ધકોને પછાડીને નંબર વન બનશો. આત્મવિશ્વાસ વધશે.
કરિયર: મેનેજમેન્ટ અને લીડરશીપમાં તમે છવાઈ જશો. ઈન્ટરનેશનલ ક્લાયન્ટ્સ તરફથી પ્રશંસા અને નવું કામ મળી શકે છે.
લવ: સંબંધોમાં પરસ્પર સન્માન વધશે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા લોકોને મળવાનો સરપ્રાઈઝ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ નસોના દુખાવામાં રાહત મળશે. ડાયટમાં વિટામિન્સનું પ્રમાણ વધારો.
લકી કલર: બ્લુ
લકી નંબર: 2
મિથુન
Three of Cups
આજનો દિવસ ઉજવણી અને ખુશીઓથી ભરેલો રહેશે. પરિવારમાં કોઈ સારા સમાચાર આવવાથી ઉત્સવ જેવું વાતાવરણ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જૂના રોકાણોથી લાભ થશે.
કરિયર: આર્ટસ અને ઇવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં રહેલા લોકો માટે શાનદાર દિવસ. સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે.
લવ: રોમાન્સ અને મિત્રતાનો સારો તાલમેલ જોવા મળશે. પાર્ટનર સાથે કોઈ સોશિયલ ઇવેન્ટમાં જવાનો મોકો મળશે.
સ્વાસ્થ્યઃ ગળામાં ખરાશ થઈ શકે છે, ઠંડુ પાણી પીવાનું ટાળો.
લકી કલર: પીચ
લકી નંબર: 3
કર્ક
Seven of Cups
આજે મનમાં અનેક વિકલ્પો અને મૂંઝવણની સ્થિતિ રહેશે. પરિવારમાં કોઈ મોટા નિર્ણયને લઈને અસમંજસ રહી શકે છે. આર્થિક રીતે લલચામણી ઓફર મળી શકે છે પણ સાવચેત રહો.
કરિયર: કામમાં ઘણી તકો હશે પણ શું પસંદ કરવું તે નક્કી કરવું મુશ્કેલ બનશે. એક લક્ષ્ય પર ફોકસ કરો.
લવ: પાર્ટનર સાથે ગેરસમજ થવાની શક્યતા છે. સિંગલ્સ પાસે એકથી વધુ પ્રપોઝલ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ ઊંઘ પૂરી ન થવાને કારણે સુસ્તી રહેશે. મેડિટેશન જરૂર કરો.
લકી કલર: લેમન યલો
લકી નંબર: 3
સિંહ
The Fool
પરિવારમાં ઉત્સાહ રહેશે અને અચાનક કોઈ યાત્રાનું પ્લાનિંગ થઈ શકે છે. આર્થિક બાબતોમાં બેદરકારી ન રાખો. વ્યવસાયમાં નવા અને અજાણ્યા ક્ષેત્રમાં ઝંપલાવવું ફાયદાકારક રહેશે.
કરિયર: ફ્રીલાન્સરોને અણધાર્યા પ્રોજેક્ટ મળી શકે છે. પ્રમોશનની રેસમાં તમે આગળ રહેશો.
લવ: પ્રેમમાં નિખાલસતા રહેશે. નવા સંબંધોની શરૂઆત માટે ખૂબ જ શુભ સમય છે.
સ્વાસ્થ્યઃ કાનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. ઉત્તેજનાને કારણે બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
લકી કલર: ડસ્ટી રોઝ
લકી નંબર: 1
કન્યા
Seven of Wands
આજનો દિવસ તમારા સિદ્ધાંતો પર અડગ રહેવાનો છે. પરિવારમાં વિરોધ છતાં તમારી વાત સાચી સાબિત થશે. વ્યવસાયમાં કોમ્પિટિશનનો સામનો કરવો પડશે.
કરિયર: ઓફિસ પોલિટિક્સ વચ્ચે તમારી ઇમેજ જાળવી રાખવી એક ટાસ્ક હશે. સખત મહેનતથી વિજય મેળવશો.
લવ: સંબંધોને બચાવવા માટે સ્ટેન્ડ લેવો પડશે. પરસ્પર વિશ્વાસ જ તમારા પ્રેમની તાકાત બનશે.
સ્વાસ્થ્યઃ ખભા અને હાથમાં ખેંચાણ કે દુખાવો થઈ શકે છે. ડાયટમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારો.
લકી કલર: પર્પલ
લકી નંબર: 7
તુલા
Ten of Pentacles
આજનો દિવસ પારિવારિક સમૃદ્ધિ અને વારસાનો છે. પૈતૃક સંપત્તિથી મોટો લાભ થવાના યોગ છે. આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો. કોઈ જૂના કૌટુંબિક વિવાદનો અંત આવશે.
કરિયર: ઓફિસમાં તમારી સીનિયોરિટીનું સન્માન થશે. નવા બિઝનેસ એગ્રીમેન્ટ સાઈન કરવા માટે સમય ઉત્તમ છે.
લવ: પાર્ટનર સાથે કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો. લગ્ન માટે પરિવાર તરફથી લીલી ઝંડી મળી શકે છે.
સ્વાસ્થ્યઃ હાડકાંની મજબૂતી માટે વિટામિન-ડી લો. દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા થઈ શકે છે.
લકી કલર: બ્લોસમ પિંક
લકી નંબર: 6
વૃશ્ચિક
The Hermit
આજનો દિવસ આત્મમંથન અને માનસિક શાંતિનો છે. તમે એકાંત પસંદ કરશો. આર્થિક બાબતોમાં ઉતાવળ કરવાને બદલે જૂની યોજનાઓનું વિશ્લેષણ કરો.
કરિયર: રિસર્ચ અને ટેકનિકલ ક્ષેત્રના લોકો માટે દિવસ સારો છે. નવી નોકરી માટે ઉતાવળ ન કરો.
લવ: અંગત સ્પેસની જરૂર અનુભવશો. પ્રેમમાં પરિપક્વતા બતાવવાનો દિવસ છે.
સ્વાસ્થ્યઃ વધુ પડતા સ્ક્રીન ટાઈમથી આંખોમાં બળતરા થઈ શકે છે. ઓમેગા-3 ધરાવતો ખોરાક લો.
લકી કલર: નિયોન ગ્રીન
લકી નંબર: 5
ધન
Three of Swords
આજનો દિવસ ભાવનાત્મક રીતે પડકારજનક હોઈ શકે છે. પરિવારમાં જૂની વાતોને કારણે કડવાશ આવી શકે છે. આર્થિક રોકાણમાં મોટું જોખમ ન લેવું.
કરિયર: ન્યૂઝ અને મીડિયાના લોકો માટે તણાવપૂર્ણ દિવસ. નોકરીના ઇન્ટરવ્યૂમાં નિષ્ફળતા મળી શકે છે. હિંમત ન હારશો.
લવ: કોઈ ત્રીજી વ્યક્તિના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. પાર્ટનરના કડવા શબ્દો મનને દુઃખ પહોંચાડી શકે છે.
સ્વાસ્થ્યઃ હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. જૂની ઈજા ફરી ઉભરી શકે છે.
લકી કલર: ડાર્ક ગ્રે
લકી નંબર: 4
મકર
The Star
આજનો દિવસ સમૃદ્ધિ અને સર્જનાત્મકતાથી ભરેલો રહેશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે અને આવકના સ્ત્રોત વધશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.
કરિયર: ક્રીએટિવ રાઈટિંગ અને આર્ટસના લોકો માટે કલ્પના શક્તિનો વિસ્તાર થશે. કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો.
લવ: પાર્ટનર પર શંકા ન કરો, તેનાથી સંબંધ નબળો પડી શકે છે. પારદર્શિતા જાળવો.
સ્વાસ્થ્યઃ હોર્મોનલ ઈમબેલેન્સ અને મૂડ સ્વિંગની સમસ્યા થઈ શકે છે. પગમાં સોજા આવી શકે છે.
લકી કલર: બેજ
લકી નંબર: 2
કુંભ
The High Priestess
આજનો દિવસ તમારી અંતરાત્માના અવાજને સાંભળવાનો છે. પરિવારમાં આધ્યાત્મિક વાતાવરણ રહેશે. આર્થિક રોકાણ માટે તમારી સૂઝબૂઝ કામ આવશે.
કરિયર: એજ્યુકેશન ફીલ્ડના લોકો માટે દિવસ સારો છે. તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરો, ગુપ્ત રીતે કામ કરો.
લવ: પ્રેમમાં ઊંડો લગાવ અનુભવશો. પાર્ટનર સાથે મૌન રહીને પણ એકબીજાની વાત સમજી શકશો.
સ્વાસ્થ્યઃ ગેસ કે પેટમાં ભારેપણું અનુભવાય. માનસિક શાંતિ માટે સોશિયલ મીડિયાથી બ્રેક લો.
લકી કલર: ચેરી રેડ
લકી નંબર: 9
મીન
The Hanged Man
આજનો દિવસ ‘પોઝ બટન’ જેવો છે, જ્યાં તમારે વસ્તુઓને અલગ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. પરિવારના નિર્ણયો હાલ ટાળવા. બિઝનેસમાં જૂની વ્યૂહરચના બદલવી પડશે.
કરિયર: પ્રોજેક્ટની ડેડલાઈન આગળ વધી શકે છે, જે તમને કામ સુધારવાનો સમય આપશે. નવી તકો માટે થોડી રાહ જોવી પડશે.
લવ: સંબંધોમાં વિવાદ ઉકેલવા અહંકાર છોડવો પડશે. આજે તમારું મૌન શબ્દો કરતાં વધુ અસરકારક રહેશે.
સ્વાસ્થ્યઃ બ્લડ સર્ક્યુલેશન સુધારવા કસરત અને સ્ટ્રેચિંગ કરો. ડાયટમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ વધારો.
લકી કલર: ખાખી
લકી નંબર: 7