પ્રિયંકા ચોપરાએ ફરી ઇતિહાસ રચ્યો

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પ્રખ્યાત એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર)માં સતત બીજી વખત પ્રેઝેન્ટર બનીને રેકોર્ડ બનાવ્યો હતો. બે વખત ઓસ્કર એવોર્ડ પ્રેઝેન્ટર બનનારી તે પહેલી ભારતીય સ્ટાર બની હતી. તેવામાં ‘દેશી ગર્લ’એ નવો ઇતિહાસ રચ્યો છે. પ્રિયંકા લક્ઝરી કાર બ્રાન્ડ ‘બેન્ટલે’ની પહેલી ભારતીય ગ્લોબલ એમ્બેસેડર બની છે.

બ્રિટિશ કાર કંપની ‘બેન્ટલે મોટર્સ’ દ્વારા શનિવારે રિવીલ કરાયું હતું કે, ‘બેન્ટલે’ના ગ્લોબલ એમ્બેસેડર્સ તરીકે પ્રિયંકા ચોપરા હવે ગ્રેગ વિલિયમ્સ અને માઈ ઇકુઝાવા જેવા દિગ્ગજો સાથે જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ બંને કો-ક્રિએટિવ ડિરેક્ટર્સની નિમણૂક કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરી હતી. આ જાહેરાતની સાથે જ કંપની દ્વારા એક નવા કેમ્પેઇન લોન્ચની પણ જાહેરાત કરવામાં આવી હતી. ‘બેન્ટલે મોટર્સ’ના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં એક વિશેષ ફિલ્મ રજૂ કરવામાં આવશે, જેમાં પ્રિયંકા તેના જીવન, કારકિર્દી, સર્જનાત્મક દૃષ્ટિકોણ વિશે નિખાલસપણે વાત કરતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *