મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPLની આ સીઝનમાં સતત ત્રીજી મેચ હારી ગયું છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ રવિવારની બીજી મેચમાં 18 રનથી હરાવ્યું.
પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં 240 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી મુંબઈ 20 ઓવરમાં 222 રન સુધી જ પહોંચી શકી. સુયશ શર્માએ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.
મુંબઈ તરફથી રધરફોર્ડની ફિફ્ટી
રોહિત શર્મા અને રાયન રિકેલ્ટનની જોડીએ 241 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી મુંબઈને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ 32 બોલ પર અણનમ 57 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. પરંતુ, રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયા બાદ સૂર્યકુમાર યાદવે 33, તિલક વર્માએ 1 અને હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા હતા. અંતમાં શેરફેન રધરફોર્ડે 31 બોલમાં 9 છગ્ગાની મદદથી અણનમ 71 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.
ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા બેંગલુરુના ટૉપ-3 બેટર્સે ફિફ્ટી ફટકારી હતી. ફિલ સોલ્ટે 78, વિરાટ કોહલીએ 50 અને રજત પાટીદારે 53 રન બનાવ્યા હતા. આ ત્રણેય બાદ ટિમ ડેવિડે 16 બોલમાં 34 રન બનાવીને ટીમનો સ્કોર 240 રન સુધી પહોંચાડ્યો હતો.