યુગાન્ડાના આર્મી ચીફ અને રાષ્ટ્રપતિના પુત્ર મુહુજી કૈનેરુગાબાએ તુર્કી પાસેથી 1 અબજ ડોલર (₹9000 કરોડ) અને દેશની ‘સૌથી સુંદર મહિલા’ને પોતાની પત્ની બનાવવાની માંગ કરી. તેમણે ચેતવણી આપી કે જો માંગ પૂરી નહીં થાય તો તુર્કી સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખવામાં આવશે અને ટર્કિશ એરલાઇન પર પ્રતિબંધ લાગી શકે છે.
કૈનેરુગાબાએ X પર લખ્યું કે જો તુર્કીએ અમારી સમસ્યાઓનું સમાધાન ન કર્યું, તો 30 દિવસમાં સંબંધો તોડી નાખવામાં આવશે. તેમણે કહ્યું કે કાં તો તેઓ અમારી માંગ કરે અથવા અમે તેમનો દૂતાવાસ બંધ કરી દઈશું.
તેમણે યુગાન્ડાવાસીઓને તુર્કીની યાત્રા ટાળવાની સલાહ આપી અને ઇઝરાયેલના સમર્થનમાં 1 લાખ સૈનિકો મોકલવાની ઓફર કરી. જોકે, આ અંગે તુર્કી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.