યુવતી પર દુષ્કર્મ ગુજારી છેતરપિંડી આચરનાર આરોપીના રિમાન્ડ નામંજૂર

મેટોડા GIDC પાસે આવેલા આશુતોષ પાવર હાઉસ નજીક રહેતા તુલસીભાઈ રાજાભાઈ વાઘેલા (ઉ.વ.45) પોતાના ઘરે એસિડ પી લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તુલસીભાઈ મૂળ માણાવદરના બાંટવા ગામના વતની છે અને હાલ મેટોડામાં રહી કંપનીમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. તુલસીભાઈની મોટી દીકરીના લગ્ન આગામી તા.30.04.2026ના રોજ નક્કી કરવામાં આવ્યા છે.

ઘરમાં લગ્નનો પ્રસંગ હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ હોવો જોઈએ તેના બદલે આર્થિક સંકડામણે પિતાને ચિંતામાં ધકેલી દીધા હતા. તુલસીભાઈ છેલ્લા કેટલાક સમયથી દીકરીના લગ્ન માટે રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે થશે તે બાબતે સતત મુંઝવણમાં રહેતા હતા. વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં જે રીતે અસહ્ય વધારો થઈ રહ્યો છે, તેને જોતા ‘દીકરીને કરિયાવરમાં શું આપી શકીશ?’ અને ‘લગ્નનો ખર્ચ કેવી રીતે પૂરો થશે?’ એવા વિચારો તેમને સતત સતાવી રહ્યા હતા. આ માનસિક તણાવ સહન ન થતા આખરે પિતાએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

યુવતીને નોકરીમાં રાખી બાદમાં ભાવનગરના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું રાજકોટ શહેરમાં રહેતી 22 વર્ષિય યુવતીએ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરમાં યોગીનગર વિસ્તારમાં રહેતાં ગોપાલ રમણીકભાઈ ચાવડા (ઉ.42)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીને રાજકોટમાં લીમડા ચોકમાં આવેલા એપાર્ટમેન્ટમાં જાનવી મેનેજમેન્ટ પ્રા.લી.નામની ઓફિસ આવેલી છે, જેમાં તેને. આરોપીએ નોકરીએ રાખી હતી અને બાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ સમયે યુવતીએ શરીર સંબંધ બાંધવાનો ઈન્કાર કરતાં આરોપીએ તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. ત્યારબાદ અવારનવાર આરોપીએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. અંતે યુવતીએ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભાવનગરના શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *