સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજય અને એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન ફરી એકવાર ચર્ચામાં છે. બંનેના કથિત સંબંધોની અફવાઓ વચ્ચે ત્રિશાની એક રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે, જેણે ચાહકોમાં નવી ચર્ચા જગાવી છે.
ત્રિશાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ અને આત્મ-સન્માન સાથે જોડાયેલો એક મેસેજ શેર કર્યો, જેમાં લખ્યું હતું કે, ‘પ્રેમ બધું જ નથી હોતો, પરંતુ પ્રેમ વિના બધું નકામું છે.’ આ પોસ્ટને તેમના અંગત જીવન સાથે જોડીને જોવામાં આવી રહી છે.
ખરેખર, આ પોસ્ટ એવા સમયે સામે આવી છે, જ્યારે વિજય અને તેમની પત્ની સંગીતા સોરનલિંગમના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, સંગીતાએ કોર્ટમાં અરજી દાખલ કરીને સંબંધોમાં તિરાડ અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
આ દરમિયાન વિજય અને ત્રિશા તાજેતરમાં ચેન્નઈમાં એક હાઈ-પ્રોફાઈલ લગ્નમાં સાથે જોવા મળ્યા હતાં. બંનેની સાથે એન્ટ્રી અને હાજરીએ અફવાઓને વધુ વેગ આપ્યો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયો પછી ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે, બંને વચ્ચે માત્ર મિત્રતાથી કંઈક વિશેષ છે. જોકે, આ સમાચારો પર અત્યાર સુધી ન તો વિજય કે ન તો ત્રિશાએ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.
હાલમાં, ત્રિશાની આ પોસ્ટ અને વિજય સાથે તેમની તાજેતરની હાજરી, બંને સોશિયલ મીડિયા પર ચર્ચાનો મોટો વિષય બન્યા છે. ચાહકો હવે આ સમગ્ર મામલે બંને સ્ટાર્સની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.