આટકોટ એસટી બસ સ્ટેશન કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હતી જેને કારણે લુખ્ખા તત્વો નો અડ્ડો બની ગયો હતો. અંધારામાં મુસાફરોને બસ સ્ટેશનમાં ઉભું રહેવું પણ મુશ્કેલ બન્યું હતું, વાહન પાર્કિંગ સ્થળે પણ સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હતી, અને બસ સ્ટેશનમાં પણ લાઈટો લબુક જબુક થતી હતી. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતાં તંત્ર જાગ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી એસટી બસ સ્ટેશનમાં લાઈટ બંધ હોવાથી અનેક સમસ્યા સર્જાતી હતી. જે અંગેના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્ટ્રીટ લાઈટને રીપેરીંગ કરવામાંની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેને લઇ મુસાફરોમાં રાહતની લાગણી ફેલાઈ હતી, હજું ડેપોમાં નર્મદાનું પાણી પીવાનું મળી રહે તેને કનેક્શન દેવામાં આવે અને ફ્રિજમાં આરો પ્લાન્ટ ફીટ કરવામાં આવે જેથી મુસાફરોને ઉનાળામાં સારું પીવાનું પાણી ઉપલબ્ધ થાય અને ગામના કુવાનું પાણી બંધ કરવામાં આવે તો મુસાફરોને પણ પીવા લાયક પાણી ઉપલબ્ધ થાય તેમજ બસ સ્ટેન્ડ પાસે શૌચાલયનો ખાડો તૂટી ગયો છે ત્યાં આળસ મૂકવામાં આવે જેથી કોઈ મુસાફર અંદર ન પડી જાય.
આ અંગે સત્વરે કામગીરી કરાય તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે. ડેપોમાં સીસીટીવી કેમેરા સજજ કરાય જેથી લુખા તત્વો જે અડ્ડો જમાવીને બેસી રહે છે તેની સામે કાર્યવાહી થઇ શકે.