કોલકાતા-પંજાબ મેચ વરસાદમાં ધોવાઈ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની IPL મેચ વરસાદના કારણે અનિર્ણિત રહી છે. વર્તમાન સીઝનમાં આ પ્રથમ મેચ છે જે વરસાદમાં ધોવાઈ ગઈ છે. કોલકાતામાં સોમવાર સાંજથી અટકી-અટકીને હળવો વરસાદ પડતો રહ્યો હતો.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં હોમ ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 3.4 ઓવરમાં બે વિકેટના નુકસાને 25 રન બનાવ્યા હતા, ત્યારે જ સાંજે 7:46 વાગ્યે વરસાદ આવી ગયો. કેપ્ટન અજિંક્ય રહાણે 8 રન અને અંગક્રિશ રઘુવંશી 7 રન બનાવી અણનમ પરત ફર્યા હતા. બીજી ઓવરમાં જેવિયર બાર્ટલેટે કેમરૂન ગ્રીન (4 રન) અને ફિન એલન (6 રન)ને આઉટ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *