હનુમાન જયંતિની પ્રસાદીનું બહાનું કરી મહિલાને જ્ઞાતિ અંગે હડધૂત કરી

શહેરમાં રહેતી એક મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત 3 એપ્રિલના સાંજે 7 વાગ્યે મુંજકા સ્થિત આર્ષ વિદ્યામંદિર પાસે હતા ત્યારે જયેશભાઇ સથવારાએ જીતુભાઇ નિરંજની ચઢામણીથી હનુમાન પ્રસાદીનું બહાનું કાઢ્યું હતું અને ગાળા ગાળી કરી હતી. જે બાદ જાતિ વિષયક અપશબ્દ બોલ્યા હતા અને તેમની સાથેના એક અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ કરીશ તો પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે મહિલાએ હિંમત દાખવી 5 એપ્રિલના પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સગપણ પૂર્વે ખરાબ રિવ્યૂ આપતા મહિલાના પતિ પર હૂમલો શહેરના વાવડી ગામ પાસે લક્ષ્મણરાવ ઇમાનદાર વકીલ સાહેબ ટાઉનશીપમાં રહેતા 44 વર્ષીય રાજેશભાઈ જોટંગીયાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં દિવ્યેશ રાઠોડ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, સબંધીની દીકરીના સબંધની વાત આ કામના દીવ્યેશ રાઠોડ સાથે ચાલુ હતી. જે અંગે રાજેશભાઈની પત્નીએ દિવ્યેશ રાઠોડનો પરિવાર યોગ્ય ન હોવાની વાત કરી હતી. જે બાબતનો ખાર રાખી દિવ્યેશે રાજેશભાઈને લોખંડના પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે તેની સાથે અજાણ્યા શખ્સે ફડાકા ઝીંકી દીધા હતા. જેથી પોલીસે FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *