એઈમ્સના ઈન્ટર્ન ડોક્ટરના આપઘાત કેસમાં 5 આરોપીને જામીન

રાજકોટના જામનગર રોડ પરની એઈમ્સના ઈન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલે ગત 14 માર્ચ, 2026ના રોજ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેલી સ્યુસાઇડ નોટ આધારે આપઘાત કરવા મજબુર કરવા કલમ હેઠળ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં એઇમ્સના જ અન્ય 5 વિદ્યાર્થી સામે ગુનો નોંધી પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.જે બાદ આરોપીઓએ જામીન અરજી કરતા સેશન્સ કોર્ટે તમામ પાંચેય આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

યુવતી સાથે મૃતકને હતો એક તરફી પ્રેમ મૃતક વિદ્યાર્થી રતન મેઘવાલ તથા આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી એઈમ્સમાં MBBSનો અભ્યાસ કરતા હતા. જયાં મૃતક વિદ્યાર્થી રતનને એક યુવતી સાથે એક તરફી પ્રેમ સંબંધ બાબતે શંકા કરી પાંચેય આરોપીઓ મૃતક વિદ્યાર્થીને છેલ્લા થણા સમયથી અવાર-નવાર શારીરીક માનસિક ટોર્ચર કરી માર મારતા હતા. આ માર મારવા બાબતેના વીડિયો બનાવી રતનને બદનામ કરતા હતા. જે બાબતે ત્રાસ આપી મરવા મજબુર કરતા મૃતક વિદ્યાર્થીએ 14 માર્ચ, 2026ના દિવસે રેલવે પાટા પર પડતું મુકી આપઘાત કરી લીધો હતો.

વિદ્યાર્થી રતન મેઘવાલના આપઘાત બાદ તેના પિતાએ પ્રણવ પાલીવાલ, અસ્મિત રાકેશ શર્મા, આયુશ સુરેશનંદન યાદવ, નિર્વિધ્નમ નુર વિનોદકુમાર યાદવ અને યુવરાજ ચૌધરી વિરુધ્ધ BNSની કલમ 108 તથા એટ્રોસીટી એકટની કલમ 3 મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *