સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકોટનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. લોકશાહીના આ પર્વમાં કોઈ વિઘ્ન ન સંતોષાય અને મતદારો નિર્ભય બની મતદાન કરી શકે તે માટે શહેર પોલીસ દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવી છે. તેમજ મતદાનના 3 દિવસ અગાઉથી ચેકિંગ પ્રક્રિયા અત્યંત કડક બનાવવામાં આવશે, જેથી બહારના તત્ત્વો શહેરમાં પ્રવેશી શાંતિ ડહોળી ન શકે.
ચૂંટણી જાહેર થતાં જ જાહેરનામું બહાર પાડી તમામ હથિયાર લાઇસન્સધારકોને પોતાના શસ્ત્રો તાત્કાલિક પોલીસ મથકે જમા કરાવી દેવા આદેશ અપાયો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શસ્ત્રોની હેરાફેરી પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
લિસ્ટ તૈયાર: જે ગુનેગારો નાસતા-ફરતા (વોન્ટેડ) છે, તેમની શોધખોળ તેજ કરી દેવાશે
દારૂની ભઠ્ઠીઓ પર તરાપ: ગેરકાયદે દારૂ બનાવતી ફેક્ટરીઓ અને વેચાણ કેન્દ્રો પર ચાંપતી નજર રહેશે.
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ‘કવચ’
શહેરમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો ફરજિયાત પેટ્રોલિંગ પોલીસનો કાફલો સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે.
બૂથ સુરક્ષા: બૂથ કેપ્ચરિંગ કે મતદારોને ધાક-ધમકી આપનારા તત્ત્વો સામે સુરક્ષા કવચ ઊભું કરાશે.
સ્પેશિયલ વિજિલન્સ: રાજકીય પક્ષોની ફરિયાદોના આધારે ત્વરિત એક્શન લેવાશે.