ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિની ઠેકડી ઊડાવી, મેક્રોને કહ્યું- માપમાં રહો

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એકવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને તેમની પત્ની અંગે કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે મેક્રોન હજુ પણ જડબા પર થપ્પડ માર્યા પછી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમની પત્ની તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે.

ટ્રમ્પે બુધવારે એક ખાનગી લંચ દરમિયાન મેક્રોન વિશે આ ટિપ્પણી કરી હતી. ટ્રમ્પનો આ વીડિયો થોડા સમય માટે વ્હાઇટ હાઉસ યુટ્યુબ ચેનલ પર દેખાયો હતો પરંતુ પછીથી તેને દૂર કરવામાં આવ્યો હતો.

મેક્રોન ગયા વર્ષે 25 મેના રોજ વિયેતનામ ગયા હતા. આ મુલાકાત દરમિયાન, તેમની પત્ની હનોઈના નોઈ બાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમને થપ્પડ મારતી જોવા મળી હતી. ટ્રમ્પે તે ઘટનાના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી.

જોકે, મેક્રોને વીડિયો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે મીડિયાએ તેનું ખોટું અર્થઘટન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *