રિલાયન્સ જિયોએ અસાધારણ નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સીમાચિન્હો સ્થાપિત કર્યાં

રિલાયન્સ જિયોએ અમદાવાદ અને ગાંધીનગરમાં વોઈસ અને ડેટા પરફોર્મન્સના મુખ્ય માપદંડોમાં અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને શ્રેષ્ઠ ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા લેટેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (આઇ.ડી.ટી.) મુજબ જિયો સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ, સૌથી ઝડપી 5G અપલોડ સ્પીડ, શ્રેષ્ઠ વોઈસ કોલ ગુણવત્તા અને સૌથી ઓછી લેટન્સી આપે છે.

શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપવાની પ્રતિબદ્ધતા પર મહોર

ટ્રાઇના આ તારણો જિયોના અત્યાધુનિક અને ભવિષ્ય માટે તૈયાર મોબાઈલ નેટવર્ક થકી ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપવાની તેની પ્રતિબદ્ધતા પર મહોર મારે છે.

ટ્રાઇનો અહેવાલ દર્શાવે છે કે જિયોએ 258.16 એમબીપીએસની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ પૂરી પાડી છે-જે આ શહેરોમાં તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આ શાનદાર પ્રદર્શન વધુ ઝડપી વીડિયો સ્ટ્રીમિંગ, લેગ-ફ્રી ઓનલાઇન ગેમિંગ, ઝડપી એપ ડાઉનલોડ અને પીક અવર્સ દરમિયાન પણ અવિરત બ્રાઉઝિંગની ખાતરી આપે છે. જિયોએ 39.19 એમબીપીએસની સરેરાશ 5G અપલોડ સ્પીડ પણ આપી છે-જે ફરીથી તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આવી સ્પીડ માત્ર ટેકનિકલ શ્રેષ્ઠતા જ નહીં, પરંતુ કનેક્ટિવિટી પ્રત્યે જિયોનો કસ્ટમર-ફર્સ્ટ અભિગમ પણ દર્શાવે છે, જે તેને ડિજિટલ-પ્રેમી વપરાશકર્તાઓ માટે પ્રથમ પસંદગીનું નેટવર્ક બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *