શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા હુમલાઓને હાલ પૂરતા ટાળી દીધા છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી કે સંરક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે તમામ સૈન્ય હુમલાઓને 5 દિવસ માટે રોકી દેવામાં આવે.

ટ્રમ્પની જાહેરાત બાદ ગ્લોબલ માર્કેટમાં ઉછાળો

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય શેરબજાર બંધ થયા પછી આ જાહેરાત કરી હતી. આ સમાચાર બાદ Gift Nifty માં અંદાજે 700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, અમેરિકી શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે.

Dow Jones Futures માં 767 પોઈન્ટ અથવા 1.67 ટકાની તેજી નોંધાઈ અને તે 46644 ના સ્તર પર પહોંચી ગયું. S&P 500 Futures માં પણ 1.50 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, Nasdaq-100 Futures માં પણ 1.50 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્લોબલ માર્કેટની અસર આવતીકાલે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી શકે છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઉછાળો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *