અરબી સમુદ્રમાં લૉ પ્રેશરના કારણે તેજ ચક્રવાતની વકી

અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્યમાં એક મજબૂત લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. તેના પગલે 21 ઓક્ટોબર સુધી એક ડિપ્રેશન સર્જાઈને ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને દિલ્હીમાં પવન ફૂંકાવાની સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ કારણસર દરિયામાં એક ચક્રવાત પણ આકાર લઈ રહ્યું છે, જેને ‘તેજ’ નામ અપાયું છે.

વર્ષ 2023ની શરૂઆતથી અરબી સમુદ્રમાં વારંવાર વધુ સક્રિયતા જોવા મળી રહી છે. તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. હાલ ગુજરાતમાં ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે, જેથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. આ દરમિયાન પ્રતિ કલાક 150 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. હાલ હવામાન વિભાગ આ સિસ્ટમ પર દેખરેખ રાખી રહ્યું છે. દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોને નહીં જવાની પણ સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *