NATOનું ભવિષ્ય ખરાબ થશે’ની ધમકી, છતાં સાથી દેશોએ હોર્મુઝ મુદ્દે સાથ ન આપ્યો; કહ્યું- આ અમારું યુદ્ધ નથી

ઈરાનમાં ખામેની સહિત 40થી પણ વધુ અધિકારીઓના માર્યા ગયા પછી અમેરિકાને આ યુદ્ધ મોટી સફળતા મળી રહી હતી. પરંતુ 17 દિવસ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુદ્ધ બંધ થવાના કોઈ સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા નથી.

ઈરાને જવાબમાં હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે તેલ પુરવઠો રોકી દીધો, જેનાથી વિશ્વની અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પ હવે પોતાના સહયોગી નાટો દેશોને હોર્મુઝમાં રસ્તો ખોલાવવા માટે અપીલ કરી રહ્યા છે.

જોકે આ દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાના યુદ્ધ જહાજો મોકલશે નહીં. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો નાટો દેશો આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને ફરીથી ખોલવામાં મદદ નહીં કરે, તો નાટોનું ભવિષ્ય ખરાબ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *