અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના જંગનો આજે 19મો દિવસ છે. ઈઝરાયલના હુમલામાં ગઈકાલે ઈરાનના સિક્યુરિટી ચીફ લીડર અલી લારીજાની અને તેમના પુત્રનું મોત થઈ ગયું છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આની પુષ્ટિ કરી છે.
IRGC એ ત્યારબાદ ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં 100 થી વધુ જગ્યાઓ પર મિસાઈલથી હુમલો કર્યો. ઈરાનનું કહેવું છે કે આ હુમલો લારીજાની, તેમના પુત્ર અને તેમના સાથીની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.
ઈરાને એવો પણ દાવો કર્યો કે ઈઝરાયલની મજબૂત ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને રોકી શકી નથી. બીજી તરફ ઈઝરાયલનું કહેવું છે કે મિસાઈલનો કાટમાળ પડવાથી એક મહિલાનું મોત થયું છે.