રાજકોટનાં મવડીની મીરાબાઈ ટાઉનશીપમાં 23 વર્ષીય બંસી સોલંકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક બ્યુટી પાર્લર ચલાવતી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ, મવડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય બંસીબેન પ્રવિણભાઈ સોલંકી ગઈકાલે બપોરે 3:30 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બંસી તેના ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. તેમના પિતા નોકરી કરે છે અને પોતે બ્યુટી પાર્લર ચલાવતી હતી. યુવતીના આપઘાતથી પરિવારમાં આઘાત વ્યાપી ગયો છે કયા કારણોસર યુવતીએ પગલું ભર્યું તે જાણવા માટે તાલુકા પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં કોમ્બિંગ નાઈટ, છરી સાથે 12 અને નશાની હાલતમાં 18 શખસો ઝડપાયા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ દ્વારા સમયાંતરે ખાસ ડ્રાઈવ અને કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે રૈયાધાર વિસ્તારમાં જલારામ ચોક નજીક એક યુવકની હત્યાની ઘટના બની હતી ત્યારે યોજાયેલી કોમ્બિંગ નાઈટમાં કુલ 30 શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેમાં પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી છરી જેવા ઘાતક હથિયારો સાથે રાખીને રખડતા 12 શખ્સો અને જાહેર રોડ પર નશાની હાલતમાં નીકળેલા 18 નસેડીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હથિયાર સાથે પકડાયેલા શખ્સોમાં ભક્તિનગર પોલીસે રવિ દલસાણીયા અને અબઝલ ઉર્ફે બાપુ યાશીનભાઈ કાદરીને ઝડપ્યા હતા.
જ્યારે રાજકોટ તાલુકા પોલીસે દર્શન ભાનુશંકરભાઈ મહેતા, જગદીશ ઉર્ફે જગો રાજુભાઈ સાડમિયા અને ધ્રુવતસિંહ દિલીપસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસે ભીલો ચારોલીયા, ગાંધીગ્રામ પોલીસે ગૌતમ ભિખુભાઈ રામાણી, યુનિવર્સિટી પોલીસે અજીતસિંહ પ્રવિણસિંહ તોમર, પ્રનગર પોલીસે કાર્તિક મહેશભાઈ સોલંકી, બી ડિવિઝન પોલીસે હનીફ હાસમભાઈ પાળા, એરપોર્ટ પોલીસે હસુ વેરશીભાઈ પરમાર અને થોરાળા પોલીસે ઓધવ બચુભાઈ સનુરાને છરી સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય 18 જેટલા શખ્સો નશાની હાલતમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.