વેપારી સાથે રૂ.20 લાખનું સાયબર ફ્રોડ, વિંટી ચોર્યાનો આરોપ લાગતા પરિણીતાનો આપઘાત

રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં 2 જગ્યાએ તેમજ પડધરીમાં એક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રૈયાધારમાં રહેતા હિતેષ દિનેશભાઈ ડવ અને તેની પત્ની ઇલાબેનને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસે સોનાની કાનની બૂટી, ચેઇન, પેન્ડલ ઉપરાંત ચાંદીનો કંદોરો, સાંકળા, કમરનો ઝૂડો, પગમાં પહેરવાના કડલા, ચાંદીનો સિક્કો સહિતના દાગીના કબજે કર્યા હતા. આ સાથે જ રૂ.35000ની રોકડ, મોબાઇલ, બાઇક સહિત રૂ.15,51,575નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતાને મરવા મજબૂર કરનાર સસરા-નણંદ સામે ગુનો સુરેન્દ્રનગરના ચોટીલાના ભેટસુડા ગામે રહેતા અને ખેતી કામ કરતા વિશાલ નનુભાઈ કુકડીયાએ થોરાળા પોલીસ મથકમાં ગંજીવાડામાં રહેતા વશરામભાઈ મકવાણા અને તેની પુત્રી આરતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત 23 એપ્રિલ, 2025ના મારી બહેન છાયાના લગ્ન ગંજીવાડામાં રહેતા રણજીત મકવાણા સાથે થયા હતાં. લગ્ન બાદ મારી બેનના સસરા વશરામભાઈ અને નણંદ આરતી વીંટી ચોર્યાનો ખોટો આરોપ લગાવતા હતા, જેથી 9 માર્ચના બહેન છાયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં 26 વર્ષીય ખુરબાન ડામરા નામના કૃષિ ઉત્પાદનોની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે બીએનએસની કલમ 318 (4), 61(2) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ વિનોદ ભોજવાણી, રોનક જેઠવા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *