વિદેશી રોકાણકારોએ 15 દિવસમાં ભારતીય બજારમાંથી ₹52,704 કરોડ પાછા ખેંચ્યા

ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPIs)નું વેચાણ સતત ચાલુ છે. માર્ચના શરૂઆતના બે અઠવાડિયામાં વિદેશી રોકાણકારોએ ઘરેલુ ઇક્વિટી બજારમાંથી 52,704 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. આ વેચાણ એવા સમયે થયું છે, જ્યારે મિડલ ઇસ્ટમાં તણાવ વધી રહ્યો છે અને ક્રૂડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે.

આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં FPIs એ બજારમાં 22,615 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે છેલ્લા 17 મહિનાનું સૌથી ઊંચું સ્તર હતું. પરંતુ માર્ચની શરૂઆતથી જ વિદેશી રોકાણકારો દરેક ટ્રેડિંગ દિવસે નેટ સેલર્સ રહ્યા છે.

ક્રૂડ ઓઇલ અને રૂપિયાએ સેન્ટિમેન્ટ બગાડ્યું

બજાર નિષ્ણાતોનું માનવું છે કે આ ભારે વેચવાલી પાછળ ઘણા વૈશ્વિક અને સ્થાનિક કારણો છે. એન્જલ વનના સિનિયર ફંડામેન્ટલ એનાલિસ્ટ વકારજાવેદ ખાનના મતે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ રૂટમાં સપ્લાય પ્રભાવિત થવાના ડરથી બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયું છે. તેનાથી રોકાણકારોએ જોખમી એસેટ્સમાંથી પૈસા કાઢીને સુરક્ષિત વિકલ્પોમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત, ડોલર સામે ભારતીય રૂપિયાનું 92ના સ્તરને પાર પહોંચવું અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારાએ પણ દબાણ બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *