ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાને રવિવારે BCCI ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે BCCI દ્વારા 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્ની અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને કર્નલ સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
BCCI રવિવારે દિલ્હીમાં નમન એવોર્ડ 2026નું આયોજન કર્યું. આ દરમિયાન ભારતીય મહિલા ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજને BCCI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. આ સાથે અંડર-19 ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેને ડોમેસ્ટિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે લાલા અમરનાથ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા.
આ ઉપરાંત 2024-26 સુધીમાં 5 ICC ટુર્નામેન્ટ જીતનારી પાંચેય ટીમોને સન્માનિત કરવામાં આવી. આમાં મેન્સ ટી-20 વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફી, વુમન્સ વર્લ્ડકપ ઉપરાંત, અંડર-19 વર્લ્ડ કપ જીતનારી મેન્સ-વુમન્સ ટીમોનો સમાવેશ થાય છે.