રાજકોટ શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારમાં લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સંયુકત પરિવારમાં રહેતી 14 વર્ષની સગીરા પર ચાર સંતાનોના પિતા એવા નરાધમ કાકાએ ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી સગીરા પર સતત પાંચ માસ સુધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શખસે સગીરાને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી દુષ્કર્મ આચર્યું રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતા આધેડે બી ડીવીઝન પોલીસમાં તેના ભાઈ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સંયુકત પરિવારમાં રહે છે. તેના ભાઈની પત્ની છેલ્લા ઘણા સમયથી પોતાના ચાર સંતાનો સાથે રિસામણે હોવાથી શખસ એકલવાયું જીવન જીવતો હોવાથી નરાધમે પોતાની પુત્રી સમાન ભત્રીજી પર કુદ્રષ્ટિ રાખી સગીરાને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી પોતાની હવસ સંતોષતો હતો.
આરોપી સગીરાને શિકાર બનાવી શોષણ કરતો હતો સગીરાની માતા 15 દિવસ પૂર્વે અન્ય સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા અને તેના પિતા મજૂરી કામ અર્થે બહાર જાય ત્યારે આરોપી સગીરાને શિકાર બનાવી શોષણ કરતો હતો. સગીરા પાસેથી ગોળીઓ મળી આવતા તેની હાલની માતાએ પૂછતાછ કરતા આ ગોળીઓ તેના કાકાએ આપી હોવાનું કહ્યું હતું. જેથી તેની પૂછતા પોતે કોઈ દવા ન આપી હોવાનું બહાનું બનાવ્યું હતું. દરમ્યાન સગીરાને પેટમાં દુખાવો ઉપડયો હોવાથી તબીબ પાસે તપાસ અર્થે દવાઓ લઈને જતા સમગ્ર હકકીત સામે આવી હતી.
છેલ્લા પાંચેક માસથી આ ગોળીઓ પીવડાવી શરીર સંબંધ બાંધતો તબીબે જણાવ્યું હતું કે આ ગોળીઓ સગર્ભા બનતા અટકાવે છે અને માસિક જલ્દી આવે છે આનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં ઈન્ફેકશન થઈ ગયું હતું. જેથી સગીરાને પૂછતા તેણીએ કહ્યું કે કાકા છેલ્લા પાંચેક માસથી આ ગોળીઓ પીવડાવી શરીર સંબંધ બાંધતા હોવાની અને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા બી ડિવિઝન પોલીસે પિતાની ફરિયાદ પરથી આરોપી સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.