પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજકોટમાં યુવક સાથે મૈત્રીકરારમાં રહેતી યુવતી પર હુમલો કરી યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. યુવતીએ તેના પૂર્વ પાસે જવાની વાત કરતા ઉશ્કેરાયેલા યુવકે છરીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. યુવતીને હાલ ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી કાજલ ગોંડલીયા પર હિંમત વાળાએ સોમવારે સવારે છરી વડે હુમલો કરી દીધો હતો. પતિ સાથે સાત વર્ષ પહેલા છુટાછેડા લીધા બાદ કાજલે ગામના જ હિંમત વાળાસાથે મૈત્રીકરાર કર્યા હતાં અને રાજકોટ રહેતાં હતાં. જો કે હવે હિંમત મોટાભાગે રાજકોટ રહેવાને બદલે તેના વતનમાં પત્ની પાસેજ રહેતો હોવાથી કાજલે મૈત્રી છુટી કરવાનું અને ફરી પોતાના અગાઉના પતિ પાસે જવાની વાત કરતા ઉશ્કેરાયેલા હિંમતે સવારે આવી છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. હવે પ્રેમિકા પણ મરી ગઈ છે તો મારે જીવીને શું કરવું તેવું વિચારી તેણે પણ ક્વાર્ટરની પાછળથી પસાર થતા રેલવે ટ્રેક પર કૂદી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
હિંમત પોતે પરણિત હોવા છતા કાજલ સાથે મૈત્રી કરાર કર્યા હતા પોલીસ તપાસમાં કાજલબેન મુળ મહારાષ્ટ્રના વતની છે તેમના લગ્ન બરવાળાના .યુવક સાથે થયા હતા તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું છે. કાજલબેનનો સંપર્ક સાતેક વર્ષ પહેલા ગામના જ હિમત નામના શખસ સાથે થયો હતો ત્યારથી પતિ પત્ની વચ્ચે ચડભડ થતી હતી. આ પછી બન્નેએ છુટાછેડા લઇ લીધા હતાં અને કાજલબેન રાજકોટ હિંમત સાથે રહેવા આવી ગયા હતાં. આ બંને મૈત્રી કરારથી રહેતાં હતાં. જો કે હિમત પરણેલો હતો અને તેને સંતાન પણ હોવાથી તે ગામમાં પોતાના પરિવાર સાથે પણ રહેતો હતો અને રાજકોટ કાજલબેન સાથે પણ રહેતો હતો.