બાંગ્લાદેશી નેતા ઉસ્માન હાદી હત્યા કેસના 2 આરોપીની બંગાળમાં ધરપકડ

પશ્ચિમ બંગાળ પોલીસની STF એ ભારત અને શેખ હસીના વિરોધી બાંગ્લાદેશી નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ રાહુલ ઉર્ફે ફૈઝલ કરીમ મસૂદ (37) અને આલમગીર હુસૈન (34) તરીકે થઈ છે.

બંને મેઘાલય સરહદ પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી આવ્યા હતા અને પશ્ચિમ બંગાળના બોનગાંવમાં છુપાયા હતા. આરોપીઓ યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓ ફરીથી બાંગ્લાદેશ પાછા ફરી શકે. પરંતુ તે પહેલા જ STF એ 7 અને 8 માર્ચની મધ્યરાત્રિએ દરોડો પાડી બંનેને પકડી લીધા.

રાહુલ ઉર્ફે ફૈઝલ કરીમ મસૂદ બાંગ્લાદેશના પટુઆખાલીનો રહેવાસી છે, જ્યારે આલમગીર હુસૈન ઢાકાનો રહેવાસી છે. પોલીસે કેસ નોંધીને બંને આરોપીઓને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આરોપીઓના ભારતમાં પ્રવેશવામાં કોઈ સ્થાનિક નેટવર્કની ભૂમિકા તો નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *