અનિલ અંબાણી સામે ₹1,085 કરોડની છેતરપિંડીનો નવો કેસ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom)ના પૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણી અને અન્ય સામે છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો છે. ANI મુજબ, આ કાર્યવાહી પંજાબ નેશનલ બેંક (PNB)ની ફરિયાદ પર કરવામાં આવી છે.

બેંકનો આરોપ છે કે અનિલ અંબાણી અને તેમની કંપનીએ 2013 થી 2017 દરમિયાન બેંક સાથે 1,085 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. CBIએ આ મામલે IPCની કલમ 420 (છેતરપિંડી) અને 120B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધી છે.

PNB અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લીધેલા ફંડનો ખોટો ઉપયોગ

PNBના મેનેજર સંતોષકૃષ્ણ અન્નવરપુની ફરિયાદ મુજબ, અનિલ અંબાણી અને કંપનીના અન્ય ડિરેક્ટરોએ બેંકમાંથી લીધેલા ભંડોળનો ખોટો ઉપયોગ કર્યો.
FIRમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ PNBને 621.39 કરોડ રૂપિયા અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (જેનું હવે PNB માં વિલિનીકરણ થઈ ગયું છે)ને 463.80 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
બેંકનો દાવો છે કે કંપનીએ લોનની રકમને એવી જગ્યાઓ પર રોકાણ કર્યું અથવા મોકલી, જેની જાણકારી બેંકને આપવામાં આવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *