યામી ગૌતમને ક્રિતી સેનનની અદેખાઈ આવે છે?

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમને ક્રિતી સેનનની અદેખાઈ આવે છે તેવી ચર્ચાઓએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. આ ચર્ચાઓ ત્યારે શરૂ થઈ, જ્યારે યામીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક એવી રીલ લાઇક કરી હતી, જેમાં ક્રિતી સેનનને મળેલા બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા.

આ રીલ પર યામીની લાઇક જોઈને ક્રિતીના ચાહકો સહિતના સોશિયલ મીડિયા યુઝર્સ યામીનો વિરોધ કરી રહ્યા છે. તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. મામલો વકરતા હવે યામીએ આ મામલે સ્પષ્ટતા કરી છે.

એક્ટ્રેસે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેણે જાણી જોઈને લાઇક કરી નથી. તેનો ઇરાદો કોઈને નીચું બતાવવાનો નહોતો.

વિવાદ વધતો જોઈને યામી ગૌતમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ લખીને સ્પષ્ટતા કરી. યામીએ લખ્યું, ‘મારા ધ્યાનમાં આવ્યું છે કે, મેં એક એવી રીલને લાઇક કરી છે, જે બીજી એક્ટ્રેસ પ્રત્યે અપમાનજનક છે. અમને રોજ ઘણી વસ્તુઓમાં ટેગ કરવામાં આવે છે, આ રીલ પણ તે જ રીતે સામે આવી હતી. તે લાઇક જાણી જોઈને કરવામાં આવી ન હતી, કદાચ ભૂલથી ક્લિક થઈ ગઈ હશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *