FMCG સેક્ટરની હેવમોરની ત્રણ વર્ષમાં 550 કરોડની રોકાણ યોજના

વૈશ્વિક સ્તરે જિયો પોલિટિકલ ઇશ્યુ, ક્લાઇમેટ ચેન્જ, આર્થિક રિસેશન જેવા માહોલ વચ્ચે પણ દેશની એફએમસીજી સેક્ટરની અગ્રણી હેવમોર ઇન્ડસ્ટ્રીઝે સારો ગ્રોથ મેળવ્યો છે. કંપનીનો પુણે સ્થિત નવો આઇસક્રિમ ઉત્પાદનનો એકમ માર્ચ-એપ્રિલ 2024થી કાર્યરત થશે. આ નવા એકમ સહિત ગુજરાતમાં વેરહાઉસિંગ સ્થાપના અને ફરિદાબાદ એકમની ક્ષમતાના વિસ્તરણ પાછળ કુલ રૂ.550 કરોડનું રોકાણ કરાશે, એમ કંપનીના એમડી કોમલ આનંદે જણાવ્યું હતું.

કંપનીનો પુણે સ્થિત એકમ ત્રણ તબક્કામાં કાર્યરત બનશે અને સંપૂર્ણ કાર્યરત બનતા કંપનીનો દેશનો સૌથી મોટો ઉત્પાદિત એકમ બનશે, જે રોબોટિક ધોરણે ઉત્પાદન હાથ ધરશે. કંપની કુલ રોકાણ યોજનામાંથી 40 ટકા અત્યાર સુધી કરી ચૂકી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે વૈશ્વિક સ્તરે આઇસક્રિમના વપરાશમાં ભારતનો વપરાશ પ્રતિ વ્યક્તિ દીઠ અડધાથી પણ ઓછો છે જેના અનુસંધાને આગામી સમયમાં દેશમાં મોટી તક રહેલી છે. સ્થાનિકમાં તહેવારોની ઉજવણી દરમિયાન ગુજરાતમાં વેચાણને વેગ આપવા માટે હેવમોર તો બનતા હૈની ઝુંબેશ શરૂ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *