ઉનાળો આકરો રહેશે, માર્ચમાં એપ્રિલના મધ્ય જેવી જ ગરમી

રાજકોટમાં ગુરુવારે બપોરે 37.9 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉનાળાના આરંભે જ ગરમી જામી ગઇ છે અને નગરજનો ગરમ પવન અને બફારાથી તોબા પોકારી ગયા હતા. આજે અપર એર એરક્યુલેશન સર્જાતા પશ્ચિમ દિશાના પવન ફૂંકાતા રાત્રે પણ તાપમાન 20.2 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. આથી રાત્રિના સમયે પણ ગરમીનું જોર વધું રહ્યું હતુ. ગરમ અને સૂકા પવનનું જોર વધતા ગરમીનો પારો વધી રહ્યો છે.

આમ હજી તો હોળી પૂર્ણ થઇ છે ત્યાં જ રાજકોટ શહેરમાં ઉનાળાના આરંભે જ ગરમીનો પ્રકોપ વર્તાયો હતો. રાજકોટ શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે વધીને 37.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ 20.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. ગુરુવારે સવારે પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઇ હતી તે આજે સાંજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. ગુરુવારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા હતુ તે આજે સાંજે 20 ટકા થઇ ગયુ હતુ. આ વખતે ઉનાળો આકરો રહેવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *