દિગ્ગજ ટેક કંપની એપલે પોતાનો અત્યાર સુધીનું સૌથી સસ્તું લેપટોપ ‘મેકબુક નિયો’ લોન્ચ કર્યું છે. કંપનીએ તેને એવા યુઝર્સ માટે રજૂ કર્યું છે જેઓ ઓછા બજેટમાં મેકબુકનો અનુભવ લેવા માંગે છે. તેની શરૂઆતની કિંમત ભારતમાં 69,990 રૂપિયા રાખવામાં આવી છે.
આઇફોન વાળી ચિપ સાથે આવશે લેપટોપ
મેકબુક નિયોમાં A18 પ્રો ચિપસેટ આપવામાં આવ્યું છે. આ 6-કોર CPU અને 5-કોર GPU સાથે આવે છે. તેમાં 16-કોર વાળું ન્યુરલ એન્જિન (NPU) પણ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટાસ્કને ઝડપથી પ્રોસેસ કરે છે. આ ચિપ આઇફોન 16 પ્રોમાં મળતી હતી.
એપલનો દાવો છે કે સ્માર્ટફોન ચિપસેટ હોવા છતાં આ લેપટોપ બ્રાઉઝિંગ, વીડિયો સ્ટ્રીમિંગ, ફોટો એડિટિંગ અને ડેઇલી ઓફિસ વર્કને ખૂબ જ સરળતાથી હેન્ડલ કરી શકે છે.