સોનામાં વધારાના માહોલ વચ્ચે 7 હજારનો ઘટાડો; ચાંદીમાં પણ ધરખમ ઘટાડો થયો

5 માર્ચે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 3 હજાર રૂપિયા ઘટીને ₹1.60 લાખ પર આવી ગયું છે. આ પહેલા તેની કિંમત 1.63 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સોનું 2 દિવસમાં 7 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે.

જ્યારે, એક કિલો ચાંદી 13 હજાર રૂપિયા ઘટીને ₹2.58 લાખ પર આવી ગઈ છે. આ પહેલા તેની કિંમત ₹2.71 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. આ બે દિવસમાં 32 હજાર રૂપિયા સસ્તી થઈ ગઈ છે. સોના-ચાંદીના ભાવમાં આ ઘટાડો પ્રોફિટ બુકિંગને કારણે આવ્યો છે.

આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. ગયા વર્ષના અંતે સોનું 1.33 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે હવે 1.60 લાખ રૂપિયા પર છે. એટલે કે તેની કિંમત આ વર્ષે અત્યાર સુધીમાં 26 હજાર વધી ચૂકી છે. જ્યારે ચાંદી પણ આ સમયગાળા દરમિયાન 27 હજાર રૂપિયા મોંઘી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *