કેશિયરને ઊલ્લૂ બનાવી બે ભેજાંબાજ કંઈ આપ્યા વિના જ બેંક દીઠ 20 હજારની રોકડી કરતા, રાજકોટની 5 બેંકને બાટલીમાં ઉતારી

રાજકોટમાં એક અઠવાડિયામાં અલગ-અલગ પાંચ બેંકોમાંથી બે ભેજાબાજોએ કેશિયરને ચકમો આપીને 90 હજારની ચોરી કરી. આરોપીઓ માત્ર બેન્કને જ ટાર્ગેટ બનાવી રોકડ રૂપિયાની ચોરી કરતા હતા અને બુદ્ધિપૂર્વક ચોરી કરી ચાલ્યા જતા હતા. બેન્ક કર્મીને શંકા પણ ન જાય એવી મોડેસ ઓપરેન્ડીથી આ ભેજાબાજોએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જોકે, એ ડિવિઝન પોલીસે CCTV અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી, ચોરીની રકમ કબજે કરી છે.

5 બેન્કોને ટાર્ગેટ બનાવી ભેજાબાજોએ 90 હજાર સેરવી લીધા આ બેંક ચોરીની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, રાજકોટમાં બેંક કેશિયરને ચકમો આપીને નોટોના હાથફેરાથી ચોરી કરતી મધ્યપ્રદેશની બે આરોપીઓની ગેંગનો પર્દાફાશ થયો છે. આરોપી મહેશ દેવીલાલ ગુર્જર અને સૌરભ કુશવાહા (ભોપાલના વતની) એક અઠવાડિયામાં અલગ-અલગ પાંચ બેંકોને ટાર્ગેટ બનાવી કુલ 90,000 રૂપિયાની રોકડ સેરવી લીધી હતી.

આરોપી મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહા સાથે બેંકમાં જતા હતા અને બાદમાં બેન્કની બહાર સૌરભ વાહન લઇ ઉભો રહેતો હતો જયારે ચોરી કરવા માટે મહેશ બેંકમાં અંદર જતો હતો. મહેશ પોતે રૂ.200નું 100 નોટનું બંડલ એટલે કુલ 20,000 લઈને બેન્કના કેશિયરને આપી તેમની પાસેથી રૂ.500ની નોટના બાધા માંગતો હતો. આ પછી બેન્ક કેશીયર દ્વારા આપવામાં આવેલ રૂપિયા 500ની 40 નોટ પોતે ગણતો અને તે પૈકી રૂ.10,000ની કુલ 20 નોટ બેન્ડ કરી પોતાના હાથમાં છુપાવી દેતો હતો અને કેશિયરને વાતોમાં રાખી તેમનું ધ્યાન ભટકાવી દેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *