ભારત સેમિફાઈનલથી એક જીત દૂર

ભારતે T20 વર્લ્ડ કપના સુપર-8માં પ્રથમ જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારની બીજી મેચમાં ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું. આ સાથે જ સુપર-8 ગ્રુપ-1માંથી સાઉથ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચી ગયું છે.

ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી. હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

ભારતીય ટીમ તરફથી અભિષેક શર્મા (55 રન) અને હાર્દિક પંડ્યાએ (અણનમ 50) ફિફ્ટી ફટકારી. જ્યારે, તિલક વર્માએ અણનમ 16 બોલમાં 44 રન બનાવ્યા. ઝિમ્બાબ્વે તરફથી રિચર્ડ નગારવા, બ્લેસિંગ મુઝરબાની, તિનોતેન્દા મપોસા અને સિકંદર રઝાએ એક-એક વિકેટ ઝડપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *