અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર હુમલો, દાવો- 55 સૈનિકોના મોત

અફઘાનિસ્તાને ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો. કુનાર પ્રાંતમાં તાલિબાન લડવૈયાઓના હુમલામાં પાકિસ્તાની સેનાના 55 જવાનો માર્યા ગયા છે. આ માહિતી ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને ટાંકીને આપી છે.

અફઘાન સરકારનો દાવો છે કે 23 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેમની પાસે છે. પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકીઓ પર પણ કબજો કરી લેવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના ડેપ્યુટી પ્રવક્તા, હમદુલ્લા ફિતરતે જણાવ્યું કે કેટલાક પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડી લેવામાં આવ્યા, જ્યારે ડઝનબંધ હથિયારો, એક ટેન્ક અને એક હાર્વેસ્ટર જપ્ત કરવામાં આવ્યું છે.

જ્યારે પાકિસ્તાની મીડિયા અનુસાર, જવાબી કાર્યવાહી કરતા PAK સરકારે ઓપરેશન ‘ગઝબ લિલ હક’ શરૂ કર્યું છે. પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલ, નંગરહાર પ્રાંત સહિત અનેક શહેરોમાં એરસ્ટ્રાઈક કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *