રાજકોટના વાવડીના સુરભી એપાર્ટમેન્ટમાંથી કૂદે તે પહેલા બચાવી લેવાઈ

રાજકોટ શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલ સુરભી એપાર્ટમેન્ટના 10માં માળેથી છલાંગ લગાવી યુવતી આપઘાત કરે તે પહેલા જ તેને બચાવી લેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 12 માળની બિલ્ડિંગમાં 10 માળે બાલ્કનીમાંથી છલાંગ લગાવવા યુવતી પ્રયાસ કરે છે. વીડિયોમાં પરિવારના સભ્ય તેને ઉપર આવતી રે ઉપર આવતી રે કહી રહ્યા છે અને તે લટકતી હાલતમાં બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી.

જો કે તેને તાત્કાલિક બચાવ લેવામાં આવી હતી અને તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના પછી પોલીસમાં કોઈ સત્તાવાર નોંધ થવા પામી નથી. પરંતુ વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.

રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલા એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં 10માં માળેથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારે જહેમત બાદ તેના પરિવારજને તેને બચાવી લીધી હતી. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનિય છે કે હજુ સુધી સત્તાવાર પોલીસમાં કોઈ નોંધ થઈ નથી.

વાવડીથી પાળ રોડ જતા રસ્તે આવેલ આવેલ સુરભી પોસિબલ હાઈટ્સના 10માં માળેથી સમીસાંજે એક યુવતી આત્મહત્યા કરવા જઈ રહી હતી. જે બનાવની તેના પરિવારને જાણ થતા તુરંત દોડી જઈ તેણી નીચે પટકાય તે પહેલા જ તેને પકડી રાખી ભારે જહેમત બાદ સહિસલામત ફલેટમાં પરત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *