વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કલર કંપનીમાં અચાનક આગ લાગી હતી, જેથી કામદારોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ દોડતી થઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયરબ્રિગેડની 10 ટીમ દ્વારા ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કલર કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કંપનીમાં સોલ્વન્ટ નામનું કેમિકલ હોવાથી જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઘટનાને લઈને વાપી GIDC થર્ડ ફેસમાં આવેલી અન્ય કંપનીઓના કામદારો પણ મદદે દોડી આવ્યાં હતા તેમજ ઘટનાની જાણ વાપી GIDCની પોલીસની ટીમને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે તહેનાત થઈ હતી.