સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભારત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) પદ પર ફેરફાર કરવામાં આવ્યો છે. 2007 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી સંદીપ સાંગલેને નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ Representation of the People Act, 1950 ની કલમ 13A હેઠળ કરવામાં આવી છે.

હાલ સુધી આ પદ પર કાર્યરત હરીત શુક્લાની જગ્યાએ હવે સાંગલે કાર્યભાર સંભાળશે. સત્તાવાર નોટિફિકેશન જાહેર થતા જ તેઓ ફરજ સંભાળશે અને રાજ્યમાં મતદાર યાદી સુધારણા, ચૂંટણી આયોજન અને સંકલન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફેરબદલ કરાયો આ નિયુક્તિ આવતા સમયમાં રાજ્યમાં યોજાનારી વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી તંત્રમાં વહીવટી ગતિ અને પારદર્શિતા જાળવવા માટે આ બદલાવને નોંધપાત્ર માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *