સેન્સેક્સ 480 પોઈન્ટ વધીને 83,295 પર બંધ થયો

સેન્સેક્સમાં આજે એટલે કે સોમવાર, 23 ફેબ્રુઆરીએ તેજી જોવા મળી. તે 480 પોઈન્ટ (0.58%) વધીને 83,295 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 142 પોઈન્ટ (0.55%)નો ઉછાળો જોવા મળ્યો. તે 25,713ના સ્તરે બંધ થયો. આજના કારોબારમાં ઓટો અને બેંકોના શેરોમાં ખરીદી જોવા મળી.

IDFC ફર્સ્ટ બેંકમાં 590 કરોડનો ફ્રોડ, શેર 16% તૂટ્યો

IDFC ફર્સ્ટ બેંકના શેર આજે 16% ઘટીને 70.09 રૂપિયા પર આવી ગયા છે. ચંદીગઢની એક શાખામાં લગભગ 590 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે જેના કારણે શેર ઘટ્યા છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હરિયાણા સરકારના એક વિભાગે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી આપી. બેંકે હાલમાં આ મામલામાં સામેલ 4 શંકાસ્પદ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *