ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટથી એક અરજદાર દ્વારા રાજકોટ ફેમિલી કોર્ટના હુકમ સામે અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ તેના લગ્ન 15 ફેબ્રુઆરી, 2013ના રોજ થયા હતાં. જ્યારે 22 એપ્રિલ, 2016ના રોજ તેઓએ સમાજના રિવાજ મુજબ સહમતિથી છૂટાછેડા લીધા હતાં. તેઓએ આ બાબતે રજીસ્ટર ડીડ પણ કરાવી હતી. ત્યારથી તેઓ બંને અલગ અલગ રહે છે અને બંને પોતપોતાની રીતે જીવનમાં આગળ વધવા સ્વતંત્ર છે.
અરજદારના સમાજમાં છુટાછેડા આપવાનો રિવાજ નથી- ફેમિલી કોર્ટ રાજકોટ પરંતુ પતિએ જીવનમાં આગળ વધવા રાજકોટની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનું ઔપચારિક હુકમનામું મેળવવા માટે અરજી દાખલ કરી હતી. જો કે રાજકોટ ફેમિલી કોર્ટનું કહેવું હતું કે અરજદારના સમાજમાં છુટાછેડા આપવાનો રિવાજ નથી. જેથી ફેમિલી કોર્ટે અરજદારની અરજી નકારી નાખી હતી. ફેમિલી કોર્ટમાં પણ પત્ની ઉપસ્થિત રહી નહોતી. જેથી એક પક્ષે કેસ ચાલીને અરજદારની અરજી નકારવામાં આવી હતી.
ફેમિલી કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ અરજદારની પત્ની જૂનાગઢમાં રહેતી હતી. ત્યાં તપાસ કરવામાં આવી હતી, આસપાસના લોકોને પૂછવામાં આવ્યું હતું. પરંતુ તેની પત્ની કે તેના પરિવારના લોકો વિશે કોઈ માહિતી મળી નહોતી. આ અંગે વર્તમાન પત્રોમાં પણ જાહેર ખબર આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તેની પત્ની કે તેના રહેણાંકનું એડ્રેસ મળી આવેલ નથી. બંને દસ વર્ષથી અલગ અલગ રહે છે, બંને વચ્ચે કોઈ સંપર્ક નથી.