ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2026 જીત સાથે સમાપ્ત કર્યો. ટીમે શુક્રવારે છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ઓમાનને 9 વિકેટે હરાવ્યું. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓમાન 104 રનમાં સમેટાઈ ગઈ. મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે 93 રનની ભાગીદારી કરીને કાંગારૂ ટીમને જીત અપાવી.
ઓસ્ટ્રેલિયા માટે બોલિંગમાં લેગ સ્પિનર એડમ ઝામ્પાએ 4 વિકેટ લીધી. ગ્લેન મેક્સવેલ અને ઝેવિયર બાર્ટલેટને 2-2 વિકેટ મળી. કેપ્ટન માર્શે ફિફ્ટી ફટકારી, જ્યારે ટ્રેવિસ હેડ 32 રન બનાવીને આઉટ થયો. ઓમાન માટે વસીમ અલીએ સૌથી વધુ 32 રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયાને 2 હાર મળી ઓસ્ટ્રેલિયાની ટીમ ગ્રુપ-Bમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે હારીને બહાર થઈ ગઈ. ટીમે આયર્લેન્ડ અને ઓમાનને હરાવ્યું, પરંતુ તે આગલા રાઉન્ડમાં પહોંચવા માટે પૂરતું ન હતું. ટીમ 2009 પછી પહેલીવાર ગ્રુપ સ્ટેજ પણ પાર કરી શકી નહીં.